માંડવીમાં પાંચમા સેવાસેતુ કાર્યક્રમમાં 70 પૈકી 69 અરજીનો કરાયો નિકાલ

માંડવીમાં પાંચમા સેવાસેતુ કાર્યક્રમમાં 70 પૈકી 69 અરજીનો કરાયો નિકાલ
માંડવી, તા. 16 : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકોએ નાગરિકોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુસર સમગ્ર રાજ્યમાં પાંચમા તબક્કામાં સેવા-સેતુ કાર્યક્રમ ચાલુ કર્યો છે. જે અન્વયે માંડવી નગરપાલિકામાં વોર્ડ નંબર 1,2 અને 3 માટે પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પાંચમા સેવા સેતુ કાર્યક્રમનો દીપ પ્રાગટય કરી પ્રારભ કરાવતા નગરપતિ મેહુલભાઈ શાહે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પ્રજાલક્ષી અભિગમથી પારદર્શક વહીવટની પ્રતીતિ થઈ રહી છે. નાગરિકોને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અલગ-અલગ જગ્યાએ જવું પડતું હતું પરિણામે સમય વેડફાતો હતો. જેથી રાજ્ય સરકારે નાગરિકોને એક જ જગ્યાએ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી મળે અને રજૂ થયેલા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે માટે આ કાર્યક્રમ આશીર્વાદરૂપ છે.મામલતદાર આર.બી. ડાંગીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો તેનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત હોય છે. આ કાર્યક્રમમાં 70 અરજીઓ મળી હતી. જેમાંથી 69 અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવેલો હતો. નગરપાલિકા, મામલતદાર કચેરી, સિટી સર્વે કચેરી, ગુજ. વિદ્યુત બોર્ડ, આરોગ્ય વિભાગ સહિતના અન્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, તદુપરાંત કારોબારી ચેરમેન દિનેશ હીરાણી, નરેન સોની, લક્ષ્મીબેન દાતણિયા, પ્રેમજી કેરાઈ, કાનજી શિરોખા ઉપસ્થિત રહ્યા હતા. ચેતન જોશી, મુકેશ ગોહિલ, રમેશ ઝાલા, ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, પ્રવીણ સુથાર, વ્રજેશ મહેશ્વરી, કુનાલ ઠક્કર તથા અન્ય વિભાગના કર્મચારીઓ નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સહયોગી બનનયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer