ગાંધીધામ લાયોનેસ ક્લબ દ્વારા વેપારીઓને કપડાંની થેલી વિતરણ

ગાંધીધામ લાયોનેસ ક્લબ દ્વારા વેપારીઓને કપડાંની થેલી વિતરણ
ગાંધીધામ, તા. 16 : અહીંના લાયોનેસ ક્લબ દ્વારા પ્લાસ્ટિકમુક્ત ભારત અંતર્ગત લોકો જાગૃતિ અર્થે વેપારીઓને કાપડની થેલીઓ આપી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો. વેપારીઓને પ્રતીક કાપડની થેલી વિતરણ કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ ડિમ્પલ આચાર્ય, બીના લખવાણી, શોભના ચક્રવતી, સુબ્રોત વિશ્વાસ વગેરે હાજર રહ્યા હતા. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની ઝુંબેશને ભારતનગર વેપારી એસોના પ્રમુખ કમલેશ સોની, સુનીલ પારવાણી, સુરેન્દ્ર છાબલાણી, ત્રિલોકચંદ મંગલાણી, હરેશ ચૌહાણ સહિતનાએ બિરદાવી હતી. કાર્યક્રમમાં પ્રમુખ ડિમ્પલબેને પ્લાસ્ટિકને કારણે થતા નુક્સાનના જુદા-જુદા પાસાઓ વર્ણવી હતી. વપરાશકારની જાગૃતા જ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer