કપ્તાન બેટધર તરીકે કોહલી શ્રેષ્ઠ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીના બીજી ટેસ્ટ મેચમાં કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રમતા શાનદાર 254 રન કર્યા હતા. આ બેવડી સદીના દમ ઉપર ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાને ઈનિંગ્સ અને 137 રને પછાડયું હતું અને વિરાટ કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાન માટે મજબૂત કદમ ભર્યા હતા. કોહલી વર્તમાન સમયમાં ટોપ ઉપર રહેલા સ્ટીવ સ્મિથી માત્ર એક અંક પાછળ છે. પૂ0ણેના મેચમાં વિરાટ કોહલીએ અન્ય એક વિક્રમ પણ બનાવ્યો હતો. તે ધોની બાદ ભારત માટે 50 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરનારો બીજો કેપ્ટન બન્યો હતો. વિરાટ જ્યારથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો છે. ત્યારથી ભારત નવા નવા વિક્રમો સર્જી રહ્યું છે. કોહલી વ્યક્તિગત સ્કોરમાં પણ નવા  વિક્રમ બનાવી રહ્યો છે. કોહલીએ કેપ્ટન તરીકે રહેતા 50 ટેસ્ટ મેચમાં કુલ રનોમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. આ યાદીમાં બીજા નંબર ઉપર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈક અથર્ટનનું નામ છે. જેની સરેરાશ 16.34 ટકા છે. ત્યારબાદ એલન બોર્ડર 16.27  ટકા અને રીકિ પોન્ટિંગ 16.15 ટકાની સરેરાશથી ટીમમાં યોગદાન આપ્યું છે. જો કે ભારતના સફળ કેપ્ટનમાંથી એક ધોનીનું નામ યાદીમાં સૌથી નીચે છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવ્યા બાદ કોહલીએ કહ્યું હતું કે, તે ક્યારે વિક્રમ બનાવવા માટે નથી રમતો. તે માત્ર પોતાનું કામ કરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer