ભુજમાં તોલમાપ વિભાગની તવાઈ: 1.60 લાખનો દંડ

ગાંધીધામ,તા.16: જિલ્લાના મુખ્ય મથક ભુજમાં તોલમાપ વિભાગે મીઠાઈ,પેટ્રોલપંપ સહિતના  સ્થળોએ તપાસ હાથ ધરી રૂ. 1.60 લાખના દંડની  કાર્યવાહી કરી હતી.દિવાળીના તહેવારોને ધ્યાને લઈને ગાંધીનગરના અન્ન અને નાગરિક પુરવઠાતથા  ગ્રાહક બાબતોના  વિભાગે  જારી કરેલા  પરિપત્રના અનુસંધાને કચ્છ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન  કચેરીની ટીમે ભુજમાં મીઠાઈ -ફરસાણ, પેટ્રોલપંપવગેરે સ્થળે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ ટીમે વજન-માપ ધારાના ભંગ,પેકેજડ કોમોડીટીઝના રૂલ્સ, તથા પેકિંગ  કરતા એકમો દ્વારા નોંધણી ન કરાવેલી હોય તેવા વેપારીઓ અને ખોટા વજન કાંટાના ઉપયોગ સહિતના  મુદે તવાઈ બોલાવી રૂ.1.60 લાખનો દંડ વસૂલ્યો હતો. મદદનીશ નિયંત્રક વી.કે.પટેલે જણાવ્યું હતું  કે સપ્ટેમ્બર મહિનામાં 90 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં  આ કાર્યવાહી  ચાલુ  રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer