ગાંધીધામની લૂંટના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ

ગાંધીધામ, તા. 16 : શહેરની ગાંધી માર્કેટમાં આવેલી આંગડિયા પેઢીમાં બનેલા લૂંટના બનાવમાં વધુ એક શખ્સની રાધનપુર પોલીસે ધરપકડ કરી હતી તેમજ અહીં સ્થાનિકે પકડાયેલા શખ્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.અહીંની ગાંધી માર્કેટમાં આવેલી બાબુલાલ આંગડિયા સર્વિસ નામની આંગડિયા પેઢીમાં રૂા. 11 લાખની સનસનીખેજ લૂંટના બનાવ બાદ પોલીસે પોતાના ઘોડા દોડાવ્યા હતા અને રાધનપુરથી પંકજ બલરામ ડોંગરે (માજીરાણા), કૌશિક જસવંત ચૌધરી (પટેલ), મહેશ નાગજી દેસાઇ?(રબારી)ની અગાઉ અટક કરવામાં આવી હતી. હવે રાધનપુરથી જ લવજી ઉર્ફે પી.એ. રાજેશ મકવાણા નામના વધુ એક શખ્સની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી અર્ટીગા કાર અને રોકડ રૂા. 80,000 જપ્ત કરવામાં આવ્યા હતા. તેમનો કબજો લેવા સ્થાનિક પોલીસ અહીંથી રવાના થઇ હતી. દરમ્યાન, અહીં સ્થાનિકેથી પકડાયેલા મુકેશ શિવા દેસાઇને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના તા. 19/10 સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. મીત રોડવેઝમાં કામ કરનારા આ શખ્સ પાસેથી બનાવમાં વપરાયેલું બાઇક અને મોબાઇલ હસ્તગત કરાયા હતા. આ?ટોળકીના અન્ય સાગરિતોને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer