ગાંધીધામમાં પ્રા. શિક્ષકોની વ્યવસ્થા થકી શિક્ષણજગતમાં ચકચાર

ભુજ, તા. 16 : ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રજામાં ગયા હોઈ તેમની જગ્યાએ રહેલા ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાયેલી પ્રાથમિક શિક્ષકોની વ્યવસ્થાએ શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી હતી. જો કે, ઈન્ચાર્જ ટીપીઈઓએ આ હંગામી વ્યવસ્થા હોઈ સત્ર પૂરું થતાં તે રદ કરાઈ હોવાની સ્પષ્ટતા  કરી છે.  શૈક્ષણિક સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાલીબેન વાગડિયા પ્રસૂતિની રજામાં ગયાં હતાં. તે દરમ્યાન ઈન્ચાર્જ ટીપીઈઓએ ઉમેશભાઈ રૂગાણીને ચાર્જ સોંપાયો હતો, પરંતુ તેમણે દુરુપયોગ કરી આ વ્યવસ્થા કરી હોવાનો આક્ષેપ ઊઠયો હતો.  જો કે, આ અંગે શ્રી રૂગાણીઓ સંપર્ક સાંધતાં જણાવ્યું હતું કે, ગૃપાચાર્ય દ્વારા ગ્રુપની રોટરીનગર હિન્દી માધ્યમ અને સર્વોદય અંગ્રેજી પ્રા. શાળામાં કોઈ શિક્ષક ન હોવાની રજૂઆત સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના બાદ ઓવરસેટઅપ કેમ્પમાં થયેલા શિક્ષકોની તદન હંગામી ધોરણે વ્યવસ્થા કરાઈ હતી. દરમ્યાન મૂળ ટીપીઈઓ કૃપાલીબેનનોં સંપર્ક સાધતાં તેઓ હાલ જ ચાર્જ સંભાળ્યો હોવાનું અને આ બાબતે અજાણતા દર્શાવી કોઈ ખોટી વ્યવસ્થા થઈ હશે તો તેની જિલ્લા કક્ષાએ રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer