આશરાણી ગામના વિકાસ કામો તકલાદી કરાયાં છે

આશરાણી (તા. માંડવી), તા. 16 : આશરાણી રાજપર જૂથ ગ્રામ પંચાયતના આશરાણી ગામે ગટર લાઇન, પાણીના ટાંકા, ગૌશાળા અને ઇન્ટરલોક, સ્મશાન ગૃહ જેવા કામો ખૂબ જ તકલાદી ગુણવત્તામાં કરવામાં આવ્યા છે. હાલે ગટર લાઇન અડધા ગામમાં બંધ છે. હાલ બનાવેલો પાણીનો નવો ટાંકો લીક થાય છે અને સ્મશાન પણ બન્યા પછી કોઇ દિવસ ઉપયોગમાં નથી આવ્યો. હાલમાં નવા મંજૂર થયેલા કામ અગાઉની જેમ ગામના લોકોને કામ ન આવે એવું ન બને માટે આશરાણી ગામની કોઇપણ વ્યક્તિને આશરાણીના વિકાસ કામોનો કોન્ટ્રાકટ આપવું નહી.ં અનુભવી કોન્ટ્રાકટરને કામ આપવા ગ્રામજનોએ સહમંત્રી અને સરપંચને રજૂઆત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer