મોખા ટોલ નાકા પછીના ઓવરબ્રિજ પાસે મુંદરા તરફ જવા માટે બોર્ડ મૂકો

અંજાર, તા. 16 : અંજારથી મુંદરા તરફ જતા મોખા ટોલ નાકા પછીનાં ઓવરબ્રિજ પાસેથી બે રસ્તા પસાર થાય છે. બ્રિજનાં નીચેનાં ભાગેથી મુંદરા તરફ જવાનો રસ્તો પસાર થાય છે જ્યારે બ્રિજ ઉપરથી પ્રાગપર રોડ તરફ રસ્તો જાય છે.આ બ્રિજની પાસે મુંદરા-ગુંદાલા તરફ જવાના નીચે તરફથી જતા રસ્તા પાસે કોઇપણ પ્રકારનો સંકેત દર્શાવતું ચિહ્ન ન હોવાથી મુંદરા ગુંદાલા તરફ જવા માટેનાં વાહનો સિધા ઓવર બ્રિજ ઉપરથી જવાથી મુંદરા જવાના બદલે જે-તે પ્રવાસી વાહન પ્રાગપર ચોકડી ચાર રસ્તા નીકળી જાય છે. જેથી નેશનલ હાઇવે ઓથોરિટી અથવા સબંધિત વહીવટી ઓથોરિટી ખાતાએ મોખા ટોલ ટેક્ષ નાકા પછીનાં આવતા ઓવર બ્રિજથી આગળ મુંદરા તરફ જવા માટે બોર્ડ મૂકીને વાહનવાળાને પડતી તકલીફ નિવારવા લોકોની માંગ હોવાનું જિતેન્દ્રભાઇ ઠાકરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer