કચ્છમાં શહેરી વિસ્તાર માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ભુજ, તા. 16 : ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ `સેવા સેતુ' કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા કક્ષાએ આ કાર્યક્રમોનું કચ્છ આખામાં આયોજન કરાયું છે, તેમ નિવાસી અધિક કલેકટર  કુલદીપાસિંહ ઝાલાએ જણાવ્યું છે. તેમણે આપેલી વિગતો અનુસાર આગામી તા.18-10ના ભુજ ખાતે સેતુ ઓફિસ, વોર્ડઓફિસ, સરપટ નાકા બહાર વોર્ડ નં.1થી3, તા. 23-10ના સહયોગ હોલ, એસ.ટી. બસ સ્ટેશન સામે, વોર્ડ નં. 4થી6,  તા. 5-11ના ભુજની વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્યે વોર્ડ નં.7 અને 8 માટે  જ્યારે તા. 15-11ના  ભુજહાટ, રિલાયન્સ મોલ સામે વોર્ડ નં. 9 થી11ના નાગરિકો માટે પાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.  માંડવીમાં નગરપાલિકા ખાતે તા. 19-10ના વોર્ડ નં.4 અને પ ઉપરાંત તા. 23-10ના  વોર્ડ નં. 6થી9, અંજાર નગરપાલિકા દ્વારા પણ આગામી તા. 19-10ના  નગરપાલિકા કચેરી, સભાખંડ ખાતે વોર્ડ નં. 4 થી 6 તથા તા. 23-10ના વોર્ડ નં. 7 થી 9 એમ બે દિવસોએ કાર્યક્રમ, ભચાઉ નગરપાલિકા દ્વારા આગામી તા. 22-10ના નગરપાલિકા ખાતે તમામ વોર્ડ માટેનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જયારે ગાંધીધામ નગરપાલિકા દ્વારા તા. 23-10ના  લોહાણા મહાજનવાડી, આદીપુર ખાતે વોર્ડ નં. 1,2, અને 10 માટે તા. 16-11ના  ભવનાથ મંદીર હોલ, સેકટર -પ, ગાંધીધામ ખાતે, વોર્ડ નં.11 થી 13, તા. 29-11ના  પંડીત દીનદયાલ ઉપાધ્યાય હોલ, ડીસી-ર ગાંધીધામ ખાતે, વોર્ડ નં. 3,4,8,9  તેમજ તા. 7-12ના ઝુલેલાલ મંદિર, વોર્ડ નં.12/બી, ગાંધીધામ ખાતે વોર્ડ નં.5 થી 7 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. રાપર નગરપાલિકા દ્વારા આગામી તા. 23-10ના રાપર નગરપાલિકા ખાતે તમામ વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer