કાલથી માંડવીમાં ડેંગ્યુ અને મેલેરિયા તાવને નાથવા આઠ દિવસીય નિ:શુલ્ક કેમ્પ

માંડવી, તા. 16 : જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા ડેંગ્યુ અને મેલેરિયા તાવને નાથવા તા. 18/10 શુક્રવારથી તા. 25/10ના શુક્રવાર આઠ દિવસીય નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દર્દીને જનરલ વોર્ડમાં રહેવાની નિ:શુલ્ક સુવિધા સાથે સીબીસી પ્લેટલેટનો લેબોરેટરી રિપોર્ટ પણ નિ:શુલ્ક કરી અપાશે. દર્દીને અને તેની સાથે આવેલા સંબંધી (બરદાસી)ને બપોરે જમવાનું નિ:શુલ્ક અપાશે. દવામાં 50 ટકા રાહત આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer