કંથડનાથ મંદિરે સ્નેહમિલન પ્રસંગે દેદાણી જાડેજા છાત્રોનું કરાયું બહુમાન

ભચાઉ, તા. 16 : તાલુકાના કંથકોટ ગામે ઐતિહાસિક કંથનાથ મંદિરે દેદાણી જાડેજા પરિવારનું 17મું સ્નેહમિલન જામ પરિવારના મોતીસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમા ધો. 9થી 12 સુધીના 77 જેટલા વિદ્યાર્થી ભાઇ બહેનોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. ત્રણ વિશિષ્ટ સન્માનમાં સિયાગીનીબા જાડેજાને બી.એ.એમ.એસ.ની ડીગ્રી મેળવવા બદલ, વીરેન્દ્રસિંહ રાસુભા જાડેજા (શિવલખા)ને એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવવા બદલ અને પોલીસ કોન્સ્ટેબલ ટેકારીને જાનના જોખમે પાણીમાં ડૂબતા યુવાનોને બચાવવા માટે અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા હતા. સ્ટેજ ઉપર મહંત સુખદેવ બાપુએ સર્વ પર કંથડનાથની કૃપા ઊતરે, પ્રગતિ કરો તેમ કહ્યું હતું. જામ મોતીસિંહે પરિવારની એકતા ઉપર વિશેષ સમજ આપી એકતાના ફાયદા અને મહેન્દરસિંહ બરાયા શુભેચ્છા પછી તો મુખ્ય મહેમાન કરણસિંહ ચાવડાએ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરના ડાયરેકટર શૈક્ષણિક અભ્યાસ યોજના જેમ કે મેડિકલ ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેકચર, આર્યુવેદ, હોમીયોપેથી જેવી વિવિધ યોજના   લોન સંબંધી જાણકારી આપી   હતી. કાર્યક્રમનું સંચાલન બળુભા સમુભા જાડેજા અને સહદેવસિંહ જાડેજાએ કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન નવલસિંહ જાડેજા (માજી પ્રમુખ કચ્છ જિ.પં.) વીરભદ્રસિંહ જાડેજા, પી.એસ.આઇ. મોરબી, રૂચિતાબા જાડેજા, વીરેન્દ્રસિંહ બલભદ્રસિંહ (શંખેશ્વર), જયરાજસિંહ જાડેજા (મોરબી) વગેરેએ કર્યા હતા. સમારંભના મુખ્ય દાતા ઉદેસિંહ જીલુભા જાડેજાનું મહેમાનોના હસ્તે બહુમાન કરાયું હતું. જીલુભા ભારાજી, ખાનુભા જાડેજા (રાપર), રાણુભા વજુભા (ભરૂડિયા), શિવુભા જાડેજા (ખારોઇ) અજુભા, રાણુભા, બાપાલાલ વગેરે ભરૂડિયા ગેમરસિંગ (વણોઇ), દાનુભા (કુડા), દેવુભા કલુભા (રામવાવ), રાણુભા (તોરણિયા), બળુભા (નરા) વગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer