અંજાર પાલિકામાં લારીઓના ભાડાં વસૂલવાના કામનું રિટેન્ડરિંગ

ગાંધીધામ,તા.16: અંજાર સુધરાઈમાં આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં હંગામી લારીઓનું ભાડું વસૂલવાના કામને  મુદે રિ -ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવા  નિર્ણય લેવાયો હતો. અંજાર નગરપાલિકાની હદમાં  અલગ-અલગ સ્થળે ઊભી  રહેતી લારીઓનું ભાડું વસૂલવા માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. દરમ્યાન  આવેલી અરજીઓ પૈકી કેટલાકમાં  અધુરાશો હોવાના આક્ષેપો સાથે  વિવાદ ઊભો થયો હતો. મંગળવારે   મળેલી  પાલિકાની કારોબારી સમિતિની  બેઠકમાં અનેક મુદા ચર્ચાર્યા હતા.  જેમાં લારીઓના  ભાડાં વસૂલવાના  કામના મુદે  થયેલા વિવાદને થાળે પાડવા માટે  વધુ એક વખત  ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ  ધરવા  સભ્યોએ  સૂચનો કર્યા હતા. જેનો સ્વીકાર થયો હતો. બેઠકમાં આ  કામનું  રિટેન્ડરિંગ કરવાની  ચર્ચા થઈ હોવાનું  મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું. સત્તાવાર  રીતે આ અંગેનો ઠરાવ આવ્યા  બાદ  વિગતો  કહી  શકાય તેવું તેમણે  ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer