અંજારમાં ગેરકાયદેસર રીતે વેચાતા ફટાકડા બંધ કરાવો

ગાંધીધામ, તા. 16 : અંજારમાં ગેરકાયદેસર રીતે વેચાતા ફટાકડાનું વેચાણ બંધ કરાવવા અંગે અંજાર શિવસેનાએ  નાયબ કલેકટરને રજૂઆત કરી હતી. ઉપપ્રમુખ નિશાંત પ્રજાપતિએ   રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે  શહેરના  12 મીટર, 9 મીટર રોડ, ગંગાનાકા સહિતના સ્થળે પરવાના વિના જ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. આ પ્રકારે  વેચાતા ફટાકડાને લઈને મુખ્ય બજારમાં મોટી  આગની દુર્ઘટના સર્જશે. આવી દુકાનો ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનું  પત્રમાં ઉમેરવામાં આવ્યું છે.  આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer