ગાંધીધામની શાળામાં વિશ્વ ખાદ્ય દિવસની થઈ ઉજવણી

ગાંધીધામ,તા.16: અહીંના સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્લ્ડ ફુડ ડેની ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓએ જંકફુડને પૌષ્ટિક ખોરાકનું  સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વભરમાં તા.16/10ના વર્લ્ડ ફુડ ડેની ઉજવણી કરાય છે. આ  અંતર્ગત શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં  બાળકો અને યુવાનો જંકફુડ  તરફ આકર્ષાયા છે. આ ખોરાકને  પૌષ્ટિક ખોરાકમાં પરિવર્તન કરવા  વિદ્યાર્થીઓએ મોનિટો ચાટ, પાણીપૂરી, ભેળ, ચનાચાટ, સહિતની વાનગીઓ  બનાવી હતી. વિદ્યાર્થીઓ  ટીમ વર્ક, જુદા-જુદા પ્રકારની વ્યવસ્થાના પાઠ પણ શીખ્યા હતા.આ ઉપરાંત  ભોજન બનાવતી, પીરસતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા તથા સ્વચ્છતા સંદર્ભે માહિતી અપાઈ હતી. આયોજનમાં શાળાના સંચાલક સ્વામી મુકતવલ્લભદાસજી, આચાર્ય જયદીપ વૈદ્ય, શાળાના ટ્રસ્ટીઓ સહિતનાએ સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer