કોટડા ચકાર પંથકનાં સૂકાં ગામડાં લીલાંછમ

કોટડા ચકાર પંથકનાં સૂકાં ગામડાં લીલાંછમ
કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 20 : મેઘમહેરે આ વિસ્તારના સૂકાભઠ્ઠ ગામડાઓને લીલાંછમ બનાવી દીધા છે, પણ ખેંગારસાગરની આવ સમી નાની-મોટી નદીઓ પર નાના-મોટા ચેકડેમ બની જતાં પૂરો ભરાતો ન હોવાથી નર્મદાનાં નીરથી સરકાર ભરે તેવી ખેડૂતોએ અપેક્ષા દર્શાવી હતી. કોટડા, બંદરા, થરાવડા, ચંદિયા, સણોસરા, જદુરા, વડવા, હરૂડી, જાંબુડી, ચકાર, રેહા, હાજાપર સહિતના આ પંથકના ડેમ, તળાવ, ચેકડેમો તેમજ નદીઓમાં ઝરણાંરૂપી વહેતા પાણીનો નજારો કંઇ?ઓર છે. ખેડૂતોના મગફળી, કપાસ, એરંડા જેવા પાકો તેમજ મોટાપાયે બાગાયતી ફળફળાદિમાં દાડમ, પરદેશી પપૈયા, ડ્રેગન, ખારેક, કેસર આંબા, જામફળ, મોટા બોર, લીંબુ સતત લાંબા સમય સુધી વરસેલા ક્યાંક ધોધમાર, ઝાપટાંરૂપે કે ઝરમરિયા વરસાદે ખેડૂતોને ખુશ કરી દીધા છે. આ પંથકના ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ઊંટોના ટોળાં સહિતના પશુધનને આગામી વરસ સુધી ઘાસ-પાણીની સગવડ કુદરતે કરી દીધી છે. બંદરા નાના, ભલોટ પાસેના લકિયાથડો, વરલી, થરાવડાનું સાકરાઇ તળાવ, બંદરા મોટાનું કારિયાઝર તળાવ, કોટડાની ધોળી તળાવડી, જદુરા, વડવા, સણોસરા તેમજ રેહાનું જેરામસર, હાજાપર હરૂડીનો ટાંકિયો ડેમ ભલે અધૂરાં ભરાયાં હોય પણ હજારો પશુ માટે પીવાનાં પાણીની સુવિધા ઊભી કરી આપી છે. મેઘરાજાની સર્વત્ર મીઠી મહેરથી સીમાડો, ગૌચર અને નદીઓનો આંખ?ઠરે તેવો નજારો ઊભો કરી દીધો છે. ભુજ તાલુકાના મોટા બંદરાના સીમાડે રાજાશાહી વખતે બંધાયેલા ખેંગારસાગર ડેમમાં વરસોથી થોડુંક જ પાણી આવે છે. આ ડેમ નથી ભરાતો તેનું એક કારણ છે કે જદુરા-ટપકેશ્વરી પાસેનો ખાત્રોડ ડુંગર અને વડવા સહિતના લકીપટ્ટીનો વરસાદ તમામ નાની-મોટી નદીઓ, છેલા, ઝરણાંઓ છેક મુંદરા જતી ભૂખી નદીમાં જાય છે તે નદી ખેંગારસાગર ડેમને ભરી ન શકી તેનું કારણ આ નદી અને છેલાઓ પર ગત વરસોમાં અનેક નાના-મોટા ચેકડેમો બંધાયા છે જેના કારણે વરસાદી પાણી તેમાં રોકાઇ જાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer