કચ્છી શેર ટ્રેડરના આપઘાતનું સાચું કારણ શું ?

કચ્છી શેર ટ્રેડરના આપઘાતનું સાચું કારણ શું ?
મુંબઇ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુલુન્ડ-વેસ્ટમાં શેરબજારમાં સોદા કરતા કચ્છી યુવાન મનીષ ઠક્કર રાયમંગિયાએ આત્મહત્યા કર્યાની ઘટનાથી તેના એકદમ નજીકના સૂત્રોએ આઘાત સાથે આશ્ચર્ય અનુભવ્યું છે. પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે, પ્રચાર માધ્યમોમાં આત્મહત્યા માટેના કારણો આપેલા છે તે કપોળ કલ્પિત ગણાવ્યા છે અને જણાવ્યું હતું કે, મનીષે શેરબજારમાં ખોટ કરી નથી. મિત્રોને એ દરેક વાત કરનારો માણસ હતો. તેની પત્ની અને બે બાળકો સાથેનો સુખી પરિવાર છે. પૈસાની અછત ન હતી. આ સૂત્રો અનુસાર મનીષ ઠક્કર રાયમંગિયા બે-ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં હતો. તેની દવા ચાલુ હતી. ડોક્ટરે તેને માઇલ્ડ ડિપ્રેશન હોવાનું જણાવ્યું હતું. તે સ્યુસાઇડ કરી શકે છે એમ જણાવ્યું ન હતું. તેમ છતાં ઘરના સભ્યો તેનું ખૂબ ધ્યાન રાખતા હતા. મનીષની ચાર પ્રોપર્ટી છે. બે ફલેટ છે અને બે ઓફિસ છે. એ એટલો બધો નીતિવાન હતો કે, પપ્પા મંગલદાસ ઠક્કર પાસેથી પણ પૈસા લે તો પાછા આપી દેતો. પિતા ગરીબીમાંથી આગળ આવ્યા છે. ઇમાનદાર માનવીની છાપ ધરાવે છે. તેઓ કેમિકલનો બિઝનેસ કરતા. મનિષ રાયમંગિયા કેમિકલ એન્જિનીયર હતો. શેરબજાર સાથે પિતાનું કેમિકલનું કામકાજ પણ કરતો. જે કામ 2012 સુધી કર્યું. એ પછી શેરબજારનું કામ વધી જતાં કેમિકલ લાઇન સાવ છોડી દીધી હતી. કલ્પનગરીમાં 15 માળના ધૈવત ટાવરમાં 602નંબરના ફ્લેટમા રહેતા મનીષ માનસિક રીતે મજબૂત હતા. પણ થોડા વખતથી પિતાને કહેતો કે મને ગમતું નથી પપ્પા તેને હિંમત આપતા તો પત્ની તેનુ ખૂબ ધ્યાન રાખતાં. મનીષને 13 વર્ષની દીકરી અને સાડા સાત વર્ષનો દીકરો છે. દીકરો પિતાને ખૂબ ચાહતો, પિતા કાર ચલાવતા હોય તો તે સાથેના મિત્રને કહેતો અન્કલ તમે કાર ચલાવો મને પપ્પાના ખોળામાં બેસવું છે. મનીષ ઘરે આવે એટલે દીકરો દોડીને પહેલાં તો પપ્પાને ભેટી પડતો. આ સૂત્રોએ કહ્યું કે મનીષ હીરો જેવો હેન્ડસમ હતો. જીમમાં ંજતો અને દરરોજ વોક કરતો. અમે મળીએ?ત્યારે ઘણીવાર કહેતા કે આપણા સૌમાં કોઈ લાંબું જીવશે તો એ મનીષ છે. અમારું કપલ ગ્રુપ છે. ફ્રેન્ડ સર્કલમાં અમે તેની પ્રશંસા કરતા. મહિલાવર્ગ પણ મનીષને સારા માણસ તરીકે બિરાદવતો. ગઈકાલે ગુરુવારે સાંજે બિલ્ડિંગના વોચમેન પાસે ટેરેસની ચાવી માગી ત્યારે એમ કહ્યંy કે ડિશ એન્ટેના ચેક કરવા જાઉં છું. ગઈકાલે સાંજે આશરે પોણા છ વાગ્યે બિલ્ડિંગના પરિસરમાં તેની લાશ મળી. તેણે 15મા માળેથી કૂદકો માર્યો હોવાનું કહેવાય છે. તેના મૃતદહેને પ્રથમ મુલુંડની મ્યુનિસિપલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer