ભચાઉમાં 6800 વૃક્ષનું વાવેતર

ભચાઉમાં 6800 વૃક્ષનું વાવેતર
ગાંધીધામ/ભચાઉ, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69મા જન્મદિવસ નિમિત્તે તથા જળશકિત અભિયાન 2019 તળે ભચાઉમાં  6800 વૃક્ષના વાવેતર સાથે નમોવન કાર્યક્રમ  યોજાયો હતો. આ વેળાએ શાળાઓને શૈક્ષણિક સોફટવેર પણ અર્પણ થયું હતું. કાર્યક્રમના  પ્રારંભમાં  સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા,  ભચાઉ સુધરાઈ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભચાઉ એ.પી.એમ.સી.ના ચેરમેન ધર્મેન્દ્રસિંહજી, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ, શહેર ભાજપ પ્રમુખ વિકાસભાઈ, ઉમિયા શંકરભાઈ, ઈ. ટી. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ  આર.પી. સિંગ, વેપારી એસો.ના  પ્રમુખ અશોકભાઈ ઠક્કર, દિલીપભાઈ, નરેન્દ્રસિંહ, રમણીકભાઈ મહેતા, સીએસઈ બેન્કના  પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં  દીપ પ્રાગટય કર્યું હતું.  રાજબાઈ માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં 6000 જેટલા વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે પ્રથમ તબક્કે ચાર હજાર વૃક્ષની વાવણી  સાથે નમોવન લીલુંછમ બનશે. વૃક્ષોની તમામ પ્રકારની જાળવણી માટે ઈ.ટી. ઔદ્યોગિક એકમનો   સહયોગ સાંપડશે તેવી  વિગતો અપાઈ હતી. ભચાઉ શહેરને વિકાસશીલ  અને ગ્રીન ભચાઉ બનાવવા માટેનો સંકલ્પ ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે તેવું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે,  દિવસોદિવસ પ્રદૂષણ વધતું જાય છે, પરંતુ વૃક્ષારોપણ થકી તેને ઓછું કરવાનો પ્રયાસ કરાયો છે. સુધરાઈ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ  પ્રાસંગિક ઉદ્બોધનમાં  કહ્યું હતું કે, શહેરના વિકાસની સાથેસાથે પર્યાવરણ ક્ષેત્રે પણ   ઘણું બધું કાર્ય કરવું છે. ગત વર્ષે  4100 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષોની જાળવણી માટે ઈ.ટી. ઔદ્યોગિક એકમોના સહકાર બદલ તેમણે  આભારની લાગણી વ્યકત કરી હતી.દરમ્યાન એચ.જે.ડી. કન્યા વિદ્યાલય, કસ્તૂરબા ગાંધી છાત્રાલય, મોડર્ન સ્કૂલ ભચાઉને   1.50 લાખનું  ડિજિટલ શૈક્ષણિક   સોફટવેર અર્પણ કરાયું હતું . ભચાઉમાં 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી વિકાસના કાર્યોની કેડી કંડારનારા સુધરાઈ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાનું તથા  નમોવનમાં વૃક્ષારોપણ માટે સહકાર આપનારી  ઈ.ટી. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ આર.પી. સિંગનું  સન્માન કરાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer