પોપડા ખર્યાં ત્યારે શાળા ચાલુ હોત તો 110 ભૂલકાઓની દશા શું થાત ?

પોપડા ખર્યાં ત્યારે શાળા ચાલુ હોત તો 110 ભૂલકાઓની દશા શું થાત ?
સુમરાપોર (પચ્છમ) (તા. ભુજ), તા. 20 : તાલુકાના હુશેનીવાંઢ (ધ્રોબાણા) ગામની પ્રાથમિક શાળાની છત જર્જરિત બનતાં છેલ્લા એકાદ મહિનાથી બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. તા. 20/8ના રાત્રિના છતનાં પોપડાં પડતાં સવારના શાળા ખૂલતાં આખો ઓરડો પોપડાં અને સિમેન્ટના ટુકડાથી ભરાયેલો જોવા મળ્યો હતો. જો શાળાના સમય દરમ્યાન આ ઘટના બની હોત તો શાળાના 110 ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે  તેમની દશા શું થાત ? સદ્ભાગ્યે શાળાની છતથી જાનહાનિ ગંભીર થતાં રહી ગઈ. મુખ્ય શિક્ષક લક્ષ્મણભાઈ પરમારે તાકીદે આ દુર્ઘટનાની જાણ ધ્રોબાણાના ઉપસરપંચ સધિક ભુંગર તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ અને તાલુકા-જિલ્લાના શિક્ષણ તંત્રના સત્તાવાળાઓને લેખિતમાં કરી હતી. પરંતુ આ પ્રકરણને એકાદ મહિનો વીતી ગયો છતાં શિક્ષણ તંત્રના સત્તાવાળાઓએ શાળાની મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નથી. તંત્ર દ્વારા મોટી દુર્ઘટના હજી બને એની રાહ જોવાય છે કે શું ? એવું વાલીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું. હવે અભ્યાસ કરતા બાળકોની નજર છતનાં પોપડાંઓ પર છે, બીજાં પોપડાં ક્યારે ખરી પડે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer