નખત્રાણામાં પકડાયેલા આખલા રાતા તળાવ મોકલવા અનુરોધ

નખત્રાણામાં પકડાયેલા આખલા રાતા તળાવ મોકલવા અનુરોધ
નખત્રાણા, તા. 20 : ગઈકાલે નગરમાં હાથ ધરવામાં આવેલી આખલાઓ પકડવાની ઝુંબેશમાં 105થી વધુ આખલાઓ પકડવામાં આવ્યા હતા. પકડાયેલા આ પશુઓને અડધાથી ઉપર મનજીબાપાના વંડામાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ગ્રામ પંચાયત, વેપારી મંડળ તેમજ સેવાભાવી યુવાનો દ્વારા ઘાસ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે ફરી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મનજીબાપાના વંડામાં રખાયેલા આ પશુઓની સારસંભાળ જોવા કે.ડી.સી.સી. બેંકના ચેરમેન જયસુખભાઈ પટેલે મુલાકાત લઈ રખડતા પશુઓને - આખલાઓને પકડવાની રીતની છણાવટ કરી હતી. રાતા તળાવની મનજીબાપાએ  મુલાકાત લીધી હતી. રાતા તળાવ ખાતે પકડાયેલા ઢોરોને મૂકવા સાથે સૂચના આપી હતી અને મામલતદારનો ફોન આવતાં હું આ મુલાકાતે આવ્યો છું, તેવું કહ્યું હતું. આજે પશુઓ માટેની ઘાસ તેમજ પાણીની સવલત ઉપલબ્ધ કરાવવા સરપંચ ચંદનસિંહ રાઠોડ, વેપારી મંડળના હેમેન્દ્ર કંસારા, દિનેશ જોશી, જયેશ સોની, જયંતી મારાજ, રાજુભાઈ જોષી, પંચાયતના સભ્ય પરેશ સાધુ, આશાપુરાના જયેશ જોશી, ગીતેશ ઠક્કર, મહિલા મોરચાના નીતાબેન ઠક્કર, કલ્પનાબેન ઠક્કરે ઉપસ્થિત રહી સેવા આપી હતી. રાત્રે ફરી ઝુંબેશ હાથ ધરાશે તેવું મામલતદાર પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer