ભારતની અનલક્કી ઇલેવન

નવી દિલ્હી, તા. 20 : અમોલ મજુમદારને દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટેસ્ટ શ્રેણી માટે પોતાના વચગાળાના બેટિંગ કોચ બનાવ્યા છે. મુંબઈના બેટ્સમેનનું સ્થાનિક ક્રિકેટમાં જાણીતું નામ છે પણ ક્યારેય ભારત માટે રમવાનો મોકો મળ્યો નથી. આ ઉપરાંત પણ ઘણા એવા ક્રિકેટર છે જેઓએ સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવી છે પણ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યા નથી.  - એમવી શ્રીધર હૈદરાબાદના આ બેટ્સમેન પાસે કમ્પોઝર અને કળા બન્ને હતી. ભારત માટે રમવાની તમામ ખૂબી તેમનામાં હતી. તેમણે પ્રથમ શ્રેણીમાં 21 સદી ફટકારી હતી. જેમાં આંધ્રપ્રદેશ સામેના 366 રન પણ સામેલ છે અને શ્રીધરની સરેરાશ 48.9ની છે. - બી. શિવારામાકૃષ્ણ શિવારામાકૃષ્ણએ સ્થાનિક મેચમાં તમિલનાડુ અને બિહારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ભારતીય ટીમમાં રમવા માટે સંયમ અને ટેક્નીક પણ હતી. 6000 કરતા પણ વધારે ટેસ્ટ રન કરવા છતા શિવારામાકૃષ્ણ ક્યારેય પસંદગીકારોનું ધ્યાન ખેંચી શક્યા નહોતા.  - અમોલ મજુમદાર જ્યારે મજુમદારે પોતાના પહેલા જ રણજી મેચમાં 264 રનની ઈનિંગ રમી તો ચર્ચા સામાન્ય થઈ હતી કે તેઓને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળશે. જો કે તેવું ન થઈ શક્યું. 48.1ની સરેરાશથી 11667 રન કર્યા બાદ પણ ભારત માટે રમવાની તક ન મળી.  - હરિ ગિડવાણી ગિડવાણીએ બિહાર અને દિલ્હી માટે સતત રન બનાવ્યા. 1970ના દશકમાં ભારત આવતી વિદેશી ટીમો સામે શાનદાર બેટિંગ કરી હતી અને બોલિંગમાં 135 વિકેટ પણ લીધી હતી.  - કેપી ભાસ્કર કેપી ભાસ્કર એવા ક્રિકેટરોમાં છે જેણે 50થી વધુ સરેરાશથી રન કર્યા છે. દિલ્હીના બેટ્સમેને 52.80ની સરેરાશથી 5443 રન કર્યા હતા.  - દેવેન્દ્ર બુંદેલા મધ્યપ્રદેશના ભરોસામંદ બેટ્સમેને 2017મા પ્રથમ શ્રેણીની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુક્યું હતું. તેણે 10004 રન અને 58 વિકેટ લીધી હતી.  - સિતાંશુ કોટક  1992-93મા શરૂ થયેલી ફર્સ્ટ ક્લાસ કારકિર્દી 20 વર્ષ ચાલી. કોટકે સૌરાષ્ટ્રના બેટિંગ ક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ શ્રેણીમાં 8061 રન કર્યા અને 70 વિકેટ લીધી હતી. - રાજિંદર ગોયલ પ્રથમ શ્રેણીમાં સ્પિનર ગોયલની કારકિર્દી લાંબી ચાલી હતી. નેહરુના યુગમાં કેરિયર શરૂ થઈ અને રાજીવ ગાંધીના સમય સુધી ચાલી હતી. પ્રથમ શ્રેણીમાં  ગોયલે 750 વિકેટ લીધી હતી. જેમાં ગાવસ્કરની વિકેટનો પણ સમાવેશ થાય છે.  - બીબી નિમ્બાલ્કર  નિબાલ્કર એક મજબૂત વિકેટકિપર બેટ્સમેન હતા. 1948-49મા મહારાષ્ટ્ર તરફથી રમતા કાઠિયાવાડ સામે 443 રન કર્યા હતા. જે પ્રથમ શ્રેણીમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. નિમ્બાલ્કરની વિકેટ કિપીંગ  સ્કીલ પણ સારી હતી. - પાંડુરંગ સલગાંવકર  1970ના દશકમાં સલગાંવકરને એક પ્રતિભાશાળી બોલર તરીકે જોવામાં આવતા  હતા. 1974માં તે ઈંગ્લેન્ડ સામેના મેચ માટે પસંદગી પામવાની નજીક પહોંચ્યા હતા. સલગાંવકરે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 26.7ની સરેરાશથી 214 વિકેટ લીધી હતી.  - રનદેવ બોસ બંગાળના ઉંચા કદના મીડિયમ પેસરે યોગ્ય લાઈન લેન્થ ઉપર બોલિંગની ખૂબીના કારણે પ્રથમ શ્રેણીના બેસ્ટ બોલરોને ભારે હેરાન કર્યા હતા. 25.8ની સરેરાશથી 317 વિકેટ બોસની કાબેલિયત બતાવે છે. 2007માં બોસની ઈંગ્લેન્ડ સામે પસંદગી થઈ હતી પણ રમવાનો મોકો મળ્યો નહોતો.  - પાલવંકર બાલૂ  બાલૂ ટેસ્ટ ક્રિકેટની શરૂઆત પહેલા પણ રમતા હતા. 1911મા ઈંગ્લેન્ડના પ્રવાસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ 1937મા બીઆર આંબેડકર સામે બોમ્બે મ્યુનિશિપલ ઈલેક્શનમાં ચૂંટણી પણ લડી હતી પણ તેમાં હાર મળી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer