વિશ્વ કુસ્તી : બજરંગને મળ્યો કાંસ્ય ચંદ્રક

નવી દિલ્હી, તા. 20 : વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આજે 65 કિલોગ્રામ વજનની કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક કબ્જે કર્યો હતો. પુનિયાએ બ્રોન્ઝ મેડલ માટેના જંગમાં તોંગોલિયાના તુલ્ગા ઓયિરને 8-7થી હાર આપી હતી. બજરંગ શરૂઆતમાં 0-6થી પાછળ હતો પણ ત્યારબાદ શાનદાર વાપસી કરી હતી અને ચંદ્રક જીત્યો હતો, તો રવિકુમાર દહિયાએ પ7 કિલોગ્રામની કેટેગરીમાં ઈરાનના રેજા અહેમદાલીને 6-3થી પરાસ્ત કર્યો હતો. અગાઉ સેમિફાઈનલમાં પુનિયાને કમનસીબ હારનો સામનો કરવો પડયો હતો. સ્કોર 9-9થી બરોબરી પર રહ્યો હતો. પણ પરાજિત જાહેર કરાયો હતો. ત્યારબાદ તેણે અમ્પાયરિંગ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer