સરકારનાં પગલાંથી અર્થતંત્રને નવો વેગ મળશે

ગાંધીધામ,તા.20: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ વેરા  દર ને 22 ટકા અને નવી સ્થાનિક ઉત્પાદક કંપનીઓ તથા અન્ય નાણાકીય રાહત માટે 15 ટકા સુધી ઘટાડાની જાહેરાત કરી હતી, જેને  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટીઝે આવકારી  હતી.  ચેમ્બરે એક યાદીમાં જણાવ્યું હતું કે ભૂતકાળના સમયમાં નાણા મંત્રાલયને ભારતના કરવેરા માળખાને વિશ્વ  સહિત એશિયાના અન્ય દેશોના કરવેરા માળખા જેમ સરળ બનાવવા  વખતોવખત પત્ર લખી અનુરોધ કરાયો છે. વૃદ્ધિ અને રોકાણને પ્રોત્સાહન આપવા અર્થે  નાણાકીય વર્ષ 2019-20થી  આવકવેરા કાયદામાં  નવી જોગવાઈ અનુસાર  જો કોઈપણ સ્થાનિક કંપની કોઈપણ સરકારી છુટ કે પ્રોત્સાહનનો લાભ લેતી ન હોય તો તેને 22 ટકાના દરે  આવકવેરો ચૂકવવાનો વિકલ્પ  અપાયો છે. તેમજ આવી કંપનીઓને ન્યૂતમ વૈકલ્પિક કર  ચૂકવવાની જરૂર નહીં  રહે.ઉત્પાદનમાં નવા રોકાણને આકર્ષિત કરવા અને સરકારના  મેક ઈન  ઈન્ડિયાની યોજનાને પ્રોત્સાહન  આપવા માટે નાણાકીય વર્ષ 2019 -20થી અમલમાં આવકવેરા  કાયદાની બીજી જોગવાઈ અનુસાર  1 ઓકટોબર 2019 કે તે પછી  મેન્યુફેકચરિંગમાં નવું રોકણ કરે  છે  તો તેને 15 ટકાના દરે આવકવેરો ભરવાનો વિકલ્પ છે.  પરંતુ  આ   માટે કંપની કોઈ પણ મુકિત  કે  પ્રોત્સાહનનો  લાભ  લેતી ન હોવી જોઈએ અને 31 માર્ચ 2023  કે તે પહેલાં ઉત્પાદન શરૂ કરવું  આવશ્યક છે. આવા એકમોને ન્યૂત્તમ વૈકલ્પિક કર ચૂકવવો નહીં પડે. કોઈ પણ મુકિત કે પ્રોત્સાહનનો લાભ  ન લેનાર  ઔદ્યોગિક એકમને પહેલાંના દરે ટેકસ ભરવાનો રહશે. જો કે  આ એકમો તેમની  ટેકસ મુકિતની અવધિની સમાપ્તી  બાદ  નવા રાહતદરના વેરાની પસંદગી કરી શકશે. નવા વિકલ્પની પસંદગી  બાદ  એ એકમને 22 ટકાના દરે વેરો  ભરવો,  આ વિકલ્પ પસંદ કર્યા બાદ તેમાંથી પરત નહીં ફરી શકાય. જે કંપનીઓ મુકિત અને  પ્રોત્સાહનોનો લાભ મેળવતી રહેશે તેને ન્યૂનત્તમ વૈકલ્પિક કરના દરને હાલના 18.5થી ઘટાડીને 15 ટકા  કરાયો છે. મૂડી બજારમાં  ભંડોળના પ્રવાહને સ્થિર કરવા માટે ઈકિવટી શેરના વેચાણ પર થતા  મૂડી લાભ પર  હવેથી કર લાગુ  નહી ં પડે તથા વધારાનો સરચાર્જ, વિદેશી  પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ)ના હાથમાં  ડેરીવેટિવ્ઝ સહિતની કોઈપણ સલામતીના વેચાણ  થતા  મૂડી લાગુ થશે નહીં. 5 જુલાઈ-2019  પહેલાં  શેર બાયબેકની ઘોષણા કરનાર કંપનીઓ  પાસે  શેર બાયબેક પર  ટેકસ  લેવામાં આવશે નહીં તેવું  ઉમેર્યું હતું. સરકારે સીએસઆરના બે ટકા ખર્ચના ક્ષેત્રને પણ  વધારવા નિર્ણય  લીધો  છે.   આ ભંડોળ કેન્દ્ર કે રાજ્યસરકાર કોઈપણ એજન્સીઅથવા સરકારના જાહેરક્ષેત્રના ઉપક્રમ, જાહેર ભંડોળવાળી યુનિવર્સિટીઓ, આઈઆઈટી, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, સાયન્સટેકનોલોજી, એન્જીનીયરિંગ,મેડિકલ રિસર્ચમાટે આઈ.સી.એ.આઈ, આઈ.સી.એમ.આર,સી.એસ.આઈ.આર, ડી.એ.ઈ, ડી.આઈ.ડી.ઓ, ડી.એસ.ટી, ઈલેકટ્રોનિકસ અને  માહિતી ટેકનોલોજી મંત્રાલયના  હેઠળની સ્વાયત સંસ્થાઓને ફાળો આપી શકાશે. સરકારે જાહરે કરેલી નીતિઓને પગલે  અર્થતંત્રને નવો વેગ મળશે  તેવો આશાવાદ  ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ યાદીમાં વ્યકત કર્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer