નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાની મંજૂરીમાં વિલંબ ટાળો

ભુજ, તા. 20 : નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાની મંજૂરીમાં વિલંબ થાય છે તે બાબતે ભુજના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનો  અહીંના કચ્છ જિલ્લા હાઉસીંગ ફેડરેશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. પ્રમુખ દેવરાજભાઇ ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સરકારી હાઉસીંગ સોસાયટીના ઘણા સભ્યોએ તેમને ફાળવેલા પ્લોટની જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે, તમામ આધાર-દસ્તાવેજો સાથે અરજી કરી હોવા છતાં પણ?તેના નિકાલમાં વિલંબ થતો હોવાની રજૂઆત કરી હતી. મહામંત્રી જગદીશ અ. મહેતાએ આવા કિસ્સાઓની વિગતવાર માહિતી આપી હતી. ચર્ચામાં પૂર્વ પ્રમુખ મૃદુલભાઇ?ધોળકિયા, ઉપપ્રમુખ અમૃતભાઇ પટેલ, ખજાનચી શંભુભાઇ પોપટ, સભ્ય પ્રવીણભાઇ ઠક્કર, કાશીરામ જોષી વગેરે ભાગ લઇ આ અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જરૂરી જણાય તો પ્રમુખની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળે તેવું ઠરાવાયું હતું. આ બેઠકમાં જે સોસાયટીએ તેમના નામે મળેલી જમીન પર પોતે મકાનો બાંધી તેમના સભ્યોને ફાળવ્યા છે તે સોસાયટી અરજીને વ્યક્તિગત અરજી ગણી તેનો નિકાલ કરવા તથા હાઉસીંગ બોર્ડના મકાનોના `કન્વેયન્સ ડીડ'થી સરળતાથી મકાનો તબદીલ કે લે-વેચ કરી શકાય છે તેવી પદ્ધતિ સરકારી કો.ઓ. સોસાયટીઓના મકાનોને પણ લાગુ કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. સંસ્થાના પ્રમુખ તરીકે દીર્ઘકાલીન સમય માટે સેવા આપનાર મૃદુલભાઇની સેવાઓને બિરદાવાઇ?હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer