જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન કચેરીને મળ્યા કાયમી અધિકારી

ભુજ, તા. 20 : ભુજ ખાતે આવેલી જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન કચેરીમાં લાંબા અરસાથી ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી અધિકારીને મૂકવામાં આવ્યા હોવાના અહેવાલો સાંપડી  રહ્યા છે.  બહુમાળી ભવન ખાતે આવેલી આ કચેરીમાં મદદનીશ નિયંત્રકની જગ્યા લાંબા અરસાથી ખાલી હતી. આ હવાલો બહારના અધિકારી હસ્તક હતો. તાજેતરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા જારી કરાયેલા આદેશમાં રાજ્યના અન્ય જિલ્લાની સાથે કચેરીમાં પણ મદનીશ નિયંત્રકની જગ્યા ભરવામાં આવી હતી. આદિપુર ડિવિઝનમાં સિનિયર નિરીક્ષક તરીકે કાર્યરત વી.કે.પટેલને વહીવટી સરળતા ખાતર મદદનીશ નિયંત્રકનો કાયમી વધારાનો હવાલો  આપવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારી મુકાતાં આ કચેરી સાથે સંલગ્ન વેપારીઓ, ગ્રાહકોને કામ માટે અનુકુળતા રહેશે. તેમજ જિલ્લાના વહીવટી તંત્રમાં ગ્રાહકોની સુરક્ષા માટેના તોલમાપ અને પેકેજ કોમોડીટી કાયદાના અમલીકરણમાં પણ  વેગ  આવશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer