ભીમાસર રેલવે પાટા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકા ભીમાસર ગામ પાસે રેલવે પાટા ઉપરથી 35 વર્ષીય પુરુષની અજાણી લાશ મળી આવી હતી. પોલીસના સત્તાવાર  સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું. આજે બપોરના અરસામાં ભીમાસર ફાટક પાસે  આવેલી લ્યુઈસ કંપનીના પાછળના ભાગે રેલવે પાટા ઉપર અજાણી ટ્રેનની હડફેટે છુંદાયેલી  હાલતમાં પુરુષનો મૃતદેહ મળ્યો હતે. તેને સફેદ રંગનો લાંબી બાયનો શર્ટ અને બ્લ્યૂ રંગની તથા સફેદ ઊભી લીટીવાળી પેન્ટ પહેરી હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer