ભુજ સુધરાઇના વોટર સપ્લાય કામગીરી સાથે સંકળાયેલા હંગામી કર્મચારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભુજ, તા. 20 : શહેર સુધરાઇમાં વોટર સપ્લાય કામગીરી સાથે સંકળાયેલા એક હંગામી કર્મચારી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી તપાસની માંગ કરાઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ઉપરોકત કર્મચારી દ્વારા સુધરાઇના નામે ઉઘરાણા કરાતા હોવાનું તથા પગારધોરણના પ્રમાણમાં આર્થિક મજબૂત સ્થિતિ સામે સવાલો ઊઠાવી આ કર્મચારીની તપાસ કરવા મુખ્યમંત્રી, નિયામક-લાંચ રુશ્વત બ્યૂરો તથા સુધરાઇના મુખ્ય અધિકારીને લેખિતમાં માગણી કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer