અંજાર તાલુકાના પ્રા.શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી તંત્રને રજૂઆત

મણિનગર (લાખાપર) (તા. અંજાર), તા. 20 : અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજની કારોબારીની બેઠક ચાંદરાણીમાં યોજાઇ હતી, જેમાં શિક્ષકોને બાળકોને તેમજ શાળાઓની સમસ્યાને લગતા પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. વિવિધ ગ્રુપના 36 પ્રતિનિધિઓએ પ્રશ્નોની રજૂઆત કરી હતી. બેઠકમાં સળંગ સિનિયોરિટીની દરખાસ્તો ભુજ/ગાંધીનગર મોકલવા લાંબા સમયથી પડેલા શિક્ષકોની દરખાસ્તો ઉપલી કચેરીએ મોકલવી, 9/20/31ના હાયર ગ્રેડ દરખાસ્તોનો નિકાલ કરવો, સાતમા પગાર પંચ તથા મોંઘવારી એરિયર્સની રકમનું તાત્કાલિક ચૂકવણું, નિવૃત્ત શિક્ષકોના વીમાની રકમ તેમજ રજા પગારનું તાત્કાલિક ચૂકવણું કરવું. શાળાને કન્ટીજન્સીની રકમ ફાળવવી, સીપીએસ શિક્ષકોના ખાતામાં તેમજ ઇન્કમટેક્સની નિયમિત એન્ટ્રી કરવી વગેરે  સર્વાનુમતે ઠરાવો કરાયા હતા. બેઠકમાં પ્રમુખ વનરાજસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહીર, રાજ્ય પ્રતિનિધિ જયેન્દ્રસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, ઉપપ્રમુખો વાલજીભાઇ બરાડિયા, હીરાભાઇ મ્યાત્રા, જિજ્ઞેશભાઇ પટેલ,  સામજીભાઇ ચૈયા, બાબુલાલ, દશરથભાઇ, નાથાલાલ, મનજીભાઇ મહેશ્વરી, જિતેન્દ્રસિંહ પરમાર, સૂર્યાબેન પ્રજાપતિ, શોભનાબેન વ્યાસ, ભોજાણીભાઇ, દુષ્યંત પટેલ, પ્રજ્ઞેશસિંહ, નરેશભાઇ, સુરેશભાઇ, હરસુખ પંપાણિયા, સનત પટેલ, સંજયભાઇ, જગદીશભાઇ, માલીવાડભાઇ હાજર રહ્યા હતા. રજૂ થયેલા પ્રશ્નોની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા સાથે ચર્ચા કરાઇ હતી અને જિ.પ્રા. શિક્ષણાધિકારીને રજૂઆત માટે મોકલવામાં આવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer