ડુમરા પંથકમાં જળસંગ્રહના વિવિધ કામો હાથ ધરવા ઉચ્ચ સ્તરે રજૂઆત

ડુમરા (તા. અબડાસા), તા. 20 : આ વિસ્તારમાં જળસંગ્રહના કામો હાથ ધરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઠવાયેલા આવેદનપત્રમાં માંગણી કરાઇ છે. ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના પ્રમુખ ચેતનભાઇ ગોર દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં ડુમરા અને સાંધાણ ગામ વચ્ચે કનકાવતી-2 મધ્યમ સિંચાઇ યોજનાની માંગણી દાયકાઓથી પેન્ડીંગ છે. આ વિસ્તારમાં ક્ષારનું આક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એટલું જ નહીં બોરના પાણી વધુ ઊંડાઇએ ઉતરી રહ્યા છે ત્યારે જળસંગ્રહના કામો અનિવાર્ય બન્યા છે. તેમ કહ્યું હતું.  સૂચિત સિંચાઇ યોજના અને અન્ય જળસંગ્રહમાં નાના-મોટા કામો હાથ ધરાય તો બિન પિયત અને પિયત વીસ હજાર એકર જમીનને નવપલ્લવિત કરી શકાય. એવી જ રીતે વિંઝાણ અને સોઢા કેમ્પ પાસે કનકાવતી નદી પર આડબંધ બાંધવા, ડુમરા અને વરંડી મોટી પાસે ભૂખી નદી પર આડબંધ બાંધવાની માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer