આદિપુર કોલેજમાં રાજ્યકક્ષાનો ફાર્માસિસ્ટ રિફ્રેશર કોર્સ યોજાશે

ગાંધીધામ, તા. 20 : આદિપુરની ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત તોલાણી ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્મસી કોલેજ દ્વારા આગામી તા. 28 અને 29 સપ્ટેમ્બરના રાજ્યકક્ષાના ફાર્માસિસ્ટ રિફ્રેશર કોર્સનું આયોજન કરવામાં  આવ્યું છે. કોલેજના આચાર્ય ડો.રીચા દયારામાણીના જણાવ્યા પ્રમાણે આ પ્રોગ્રામ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા માન્યતા ધરાવે છે. અને ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન માટે ફરજિયાત છે. આ બે દિવસીય કાર્યશાળામાં ફાર્મસી ક્ષેત્રે થયેલા નવા સંશોધનો, નવી પ્રકારની ટેકનોલોજી, કોમ્યુનિટી ફાર્મસી સર્વિસ સંબંધી વિષયો, અને આ ક્ષેત્ર માટે ઉપયોગી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ વેળાએ ક્ષેત્રના  નિષ્ણાંતો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. સ્ટેટ કાઉન્સિલના સભ્યો પણ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાડાત્રણ દાયકાથી કાર્યરત ફાર્મસી કોલેજે અત્યાર સુધીમાં બે હજારથી વધુ ફાર્માસિસ્ટો સમાજને આપ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer