સામખિયાળીની શાળામાં શિક્ષક ઘટ દૂર કરવા માંગ

ગાંધીધામ, તા. 20 : સામખિયાળીની પ્રેમજી ભીમશી છાડવા શાળામાં શિક્ષકોની ઘટના મુદે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરાઈ  છે. સામખિયાળી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી હંસરાજ જખુભાઈ ગાલાએ જિલ્લાશિક્ષણાધિકારી, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતનાને  રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે શાળાના  ધો.9ના બે અને  ધો.10ના 1 સાથે  કુલ 3 વર્ગો ચાલે છે. હાલ માત્ર બે જ શિક્ષકો ફરજ અદા કરી રહ્યા છે. તેમજ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિજ્ઞાન   વિષયના  શિક્ષકો ઉપરાંત  આચાર્ય  ન હોવાથી સમસ્યા ઊભી થાય છે.  વધુમાં જણાવ્યું હતું કે  શાળા ગ્રામીણ વિસ્તારમાં  હોવાથી પ્રવાસી શિક્ષકો પણ મળતા નથી. તેમજ શિક્ષકો બિનઅનુભવી હોવાના  કારણે યોગ્ય રીતે અભ્યાસ કરાવી શકતા  નથી. પરિણામે  વિદ્યાર્થીઓના  શિક્ષણને અસર થઈ રહી  છે. શાળાના પરિણામને પણ અસર  થશે. મળતી ગ્રાન્ટમાં  કારણ વિના કપાત થશે. તાત્કાલિક  અત્રે શિક્ષકો અને આચાર્યની  જગ્યા ભરવા માટે  અરજ કરાઈ  હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer