મહિલા તેમજ પુરુષોને નાગરિક સંરક્ષણની તાલીમમાં જોડાવા હાકલ

ભુજ, તા. 20 : ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણના 13 યુનિટ આવેલા છે તે પૈકી નાગરિક સંરક્ષણનું એક યુનિટ ગાંધીધામ ખાતે આવેલું છે. આ કચેરીની તાલીમ શાખા દ્વારા 15 વર્ષથી મોટી કોઇપણ વયના શારીરિક રીતે સશક્ત એવા યુવાનો / મહિલા / પુરુષોને પાંચ દિવસની નિ:શુલ્ક નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવા નાગરિક સંરક્ષણની કચેરી, જૂની કોર્ટ બિલ્ડીંગ, ગાંધીધામ (કચ્છ)?ખાતે આગામી તા. 23/9/19થી 27/9/19ના બપોરે 4 કલાકે આયોજન કરાયું છે. નાગરિક સંરક્ષણની તાલીમ મેળવવા ઇચ્છતા નાગરિકોએ ગાંધીધામ નાગરિક સંરક્ષણ કચેરી ખાતે નામની નોંધણી કરાવવા હરેશ?ઠાકર તાલીમ અધિકારી નાગરિક સંરક્ષણ, ભુજનો સંપર્ક કરવા જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer