કાલે સર્વ સેવા સંઘ-ક.વી.ઓ.દ્વારા પદ્ધરમાં ફ્રી મેડિકલ કેમ્પ

ભુજ, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવણીના ભાગરૂપે અહીંના સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા માગો ત્યાં મેડિકલ કેમ્પ યોજના અંતર્ગત ત્રીજો મેડિકલ કેમ્પ તા. 22ના રવિવારે સવારે 9થી 1 ભુજ તાલુકાના પદ્ધર ગામે વિનામૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં ડી.ટી.ઓ. ડો. દેવચંદભાઈ ગાલા, ડો. એસ.પી. કમલ, ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ડો. અશોકભાઈ ત્રિવેદી અને ધાણેટી પી.એચ.સી.ના ડોક્ટર વગેરે સેવા આપશે. આ કેમ્પમાં દર્દીઓને દવા, ઈન્જેક્શન, ગ્લુકોઝના બાટલા વગેરેની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે તેવું સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer