આહીરપટ્ટીમાં નર્મદા કેનાલ માટે લોકલડત કરાશે

શ્રવણ કાવડિયા (તા. ભુજ), તા. 25 : તાલુકાના આહીરપટ્ટીમાં પાણીની કાયમી તંગી દૂર કરવા નર્મદાની તાતી જરૂરિયાત છે. વર્તમાન સમયમાં કચ્છમાં અન્ય વિસ્તારોમાં નર્મદા કેનાલના કામો ચાલુ છે એવા સમયે ભુજ તાલુકાનો આહીરપટ્ટી વિસ્તાર નર્મદાથી અલિપ્ત રહી ન જાય એ હેતુથી આ વિસ્તારના પવિત્ર યાત્રાધામ શ્રવણ કાવડિયા ખાતે મિટિંગ યોજાઇ હતી. ભુજ તા.ના જવાહરનગરથી ઢોરી-સુમરાસર સુધીના વિસ્તાર માટે નર્મદા જ એકમાત્ર ઉકેલ છે. અગાઉ?ઢોરી-સુમરાસરની ગણના કચ્છના મિની પંજાબમાં કરાતી, પરંતુ કાળક્રમે આજે આ વિસ્તારમાં પીવાનાં પાણીની પણ મોટી સમસ્યા છે. આ વિસ્તારની જીવાદોરી સમાન રૂદ્રમાતા ડેમ પણ છેલ્લા કેટલાક વરસોથી અપૂરતા વરસાદના કારણે તળિયાઝાટક જ રહે છે. આહીરપટ્ટીના વિસ્તારના અન્ય મોટા ડેમ કાસમતી પર નર્મદાનું પાણી પહોંચે અને આ વિસ્તારમાંથી ભુજ-માધાપર તરફ થતી હિજરત અટકે એ માટે મિટિંગમાં ચર્ચા કરાઇ હતી. આ મિટિંગમાં અગ્રણીઓ સવાભાઇ પટેલ, હરિભાઇ પટેલના અધ્યક્ષસ્થાનેથી એકસૂરે જણાવાયું કે, હવે જાગવાનો સમય આવી ગયો છે. જો કેનાલ કચ્છના છેવાડાના ગામો સુધી જતી હોય તો આપણા વિસ્તારને નર્મદાનાં પાણી કેમ ન મળે ? આ પ્રસંગે વિશેષ?ઉપસ્થિત જિ.પં.ના સભ્ય હરિભાઇ ગાગલે જણાવ્યું કે, નર્મદાનો પાયો જ કચ્છ માટે રચાયો હતો, પરંતુ કચ્છનું રાજકીય પ્રતિનિધિત્વ કચ્છ માટે યોગ્ય અવાજ સરકાર સુધી પહોંચાડવામાં નિષ્ફળ જતાં કચ્છના બદલે અન્ય જિલ્લાઓમાં કેનાલનું કામ ઝડપી થયું. તેમણે પક્ષા-પક્ષી ભૂલી એક બની આપણો અવાજ સરકાર સુધી પહોંચાડવાની હાકલ કરી હતી. લોડાઇ સરપંચ ભરતભાઇ?ડાંગરે જણાવ્યું કે, હવેનો તબક્કો આપણા વિસ્તારની કેનાલનું કામ શરૂ?થવાનો છે. જે માટે જાગૃત રહેવું પડશે. એચ. એસ. આહીરે જણાવ્યું કે, જવાહર નગરથી સુમરાસર સુધીના તમામ લોકોએ સાથે રહી સરકાર સુધી અવાજ પહોંચતો કરવો પડશે તેમજ ગામોના લોકોની લડત સમિતિ બનાવવા સૂચન કર્યું હતું. અગ્રણીઓ કાંતિલાલ મહેતા, ધનજીભાઇ?ડાંગર, કારાભાઇ?પટેલ, હરિભાઇ?ગાગલ વિ.એ સૂચનો કર્યા હતા. મિટિંગમાં જવાહરનગરના સરપંચ રણછોડભાઇ ચાડ, ખેંગારપરના સરપંચ હરિભાઇ?કેશરાણી, વિનોદભાઇ?ખોખાણી, મનજીભાઇ પટેલ, વાલાભાઇ?પટેલ, હિરેનભાઇ?ઠકકર, વિમલભાઇ આહીર વિ. ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન હરિભાઇ પટેલ, આભારવિધિ મહેશભાઇ પટેલે કરી હતી. મિટિંગ બાદ પ્રતિનિધિ?મંડળે નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઇ?ઝવેરી અને રાજ્ય સરકારના મંત્રી વાસણભાઇ?આહીરને રૂબરૂ?મળી રજૂઆત કરી હતી. જેનો હકારાત્મક પ્રતિસાદ સાંપડયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer