કચ્છી અધિકારી રાજકોટમાં પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર બન્યા

ભુજ, તા. 25 : કચ્છમાં છેલ્લા નવ વર્ષથી સળંગ અધીક્ષક ઈજનેર તરીકે પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા એલ.જે. ફફલને બઢતી આપી રાજકોટ ઝોન-3માં મુખ્ય ઈજનેર તરીકે મૂકવામાં આવ્યા છે. આખા રાજ્યમાં એક માત્ર કચ્છી અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. મૂળ માંડવીના શ્રી ફફલ પાણી પુરવઠા બોર્ડમાં આસિ. ઈજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ મુખ્ય ઈજનેર સુધી પહોંચી ગયા છે. જન્માષ્ટમીના તહેવારના દિવસોમાં બદલીના હુકમમાં તેમને રાજકોટ ખાતે મૂકવામાં આવ્યા છે અને પાણી પુરવઠા બોર્ડમાં તેઓ 33 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને કચ્છમાં નર્મદાના પેયજળનું માળખું ગોઠવવા અને ગામેગામ નર્મદાનાં જળ પહોંચે એ માટે એક કડી તરીકેની તેમની અંગત રીતે મહત્ત્વની ભૂમિકા રહી છે. રાજકોટ ખાતે બદલી કર્યા પછી કચ્છમાં અધીક્ષક ઈજનેર તરીકે વડોદરાથી એ.ડી. વનરાને મૂકવામાં આવ્યા છે. તેઓ કચ્છમાં મુખ્ય ઈજનેરનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer