માંડવીમાં સરસ્વતીના આરાધકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો

માંડવી, તા. 25 : સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ માંડવી દ્વારા સભ્ય બહેનોના બાળકોને સન્માનવાના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં 36 બાળકોને શૈક્ષણિક કિટ, વિદ્યાર્થીઓને મેડલ, પર્સ વગેરે અપાયા  હતા. કાર્યક્રમના  અધ્યક્ષ હંસાબેન પંડયા તથા સંસ્થા પ્રમુખ અર્પણાબેન વ્યાસના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બધા જ બાળકોને માધવીબેન દવે, પલ્લવીબેન દવે, દક્ષાબેન ત્રિપાઠી, ઊર્મિલાબેન દવે, રમાબેન જોષી, ચંદ્રિકાબેન મહેતા, નિરંજનાબેન વરૂ, વર્ષાબેન જોષીના આર્થિક દાનનો સહયોગ આપવામાં આવ્યો હતો. વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત ડો. દુષ્યંત દવે, મીરાંબેન જોષી, દિગ્વાશા વ્યાસ, મહિમા દવેનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કીર્તિદાબેન રાવલ તથા આભારવિધિ ચંદ્રિકાબેને કરી હતી. બધા જ સભ્યોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. પ્રિયાબેન જાની, સોનાબેન જોષી તથા સ્નેહલબેન જોષીએ ઇનામોની વ્યવસ્થા સંભાળી હતી. પર્યાવરણની જાળવણી માટે `વૃક્ષ વાવો જીવન બચાવો'ના ધ્યેય સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. તેની સાથે વૃક્ષ વાવવા, તેનું જતન કરવા અને તેનો યોગ્ય ઉછેર કરવો તેવી નેમ સાથે બહેનોએ જવાબદારી લીધી હતી. શ્રાવણ માસ નિમિત્તે નરસિંહજીના મંદિરમાં દરરોજ મહિમ્નના પાઠ કરવામાં આવે છે તથા    સોમવારે સાંજે આરતી તથા દીપમાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer