ઘડુલીની ગાયત્રી શક્તિપીઠની દશાબ્દી સંસ્કાર મહોત્સવ સાથે ઊજવાઈ

ઘડુલી (તા. લખપત), તા. 25 : ગાયત્રી શક્તિપીઠ-ઘડુલીને 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતી.  તા. 18ના રાત્રે સમાજ ઉપયોગી કાર્યો સાધના, શિક્ષા, સ્વાવલંબન, સ્વાસ્થ્ય, મહિલા જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ તેમજ વ્યસનમુક્તિ આંદોલન અંગેની કામગીરી છેલ્લા 10 વર્ષની પ્રોજેક્ટર દ્વારા રજૂ કરાઈ હતી. તા. 20ના સવારે શોભાયાત્રા બાદ નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્સવનું આયોજન કરાયું હતું. દશાબ્દી મહોત્સવ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે પ્રા.આ. કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. તેમાં 47 બોટલ (14100 સીસી) લોહી એકત્રિત કરી જી.કે. જનરલ હોસ્પિટલ ભુજને અપાયું હતું. સરપંચે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ઘડુલી ઉપરાંત દયાપર, વર્માનગર, નાની વિરાણી, માધાપર, ભુજ, ના. સરોવરના પરિજનોએ ભાગ લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer