માંડવીમાંથી પરવાના વિનાની સ્પીડ બોટ પકડતી એલ.સી.બી.

ભુજ, તા. 23 : માંડવી બીચ પરથી દરિયામાં ચાલતી ફાઈબર બોડીની પાસ-પરવાના વગરની પ્રવાસીઓ માટે જોખમી સ્પીડ બોટ પશ્ચિક કચ્છ એલ.સી.બી.એ પકડી પાડી હતી. મળતી માહિતી મુજબ છ સીટવાળી સ્પીડ બોટના સંચાલક હાજી ઉમર અગરિયા પાસે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહીં હોવાનું તપાસ કરતાં જાણવા મળ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક ડી. બી. વાઘેલા, પોલીસવડા સૌરભ તોલંબિયાની સૂચનાથી ઇન્ચાર્જ પી.આઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન તળે એલ.સી.બી. સ્ટાફે કામગીરી કરી હતી. માંડવી પોલીસ સ્ટેશનમાં કાનૂની કાર્યવાહી કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer