જયંતી ભાનુશાલી હત્યાકેસ સંલગ્ન ગુનાના ત્રણ જણને મળ્યા જામીન

ગાંધીધામ, તા. 23 : જયંતી ભાનુશાલી હત્યાના બનાવના મુખ્ય સાક્ષીનું પૂરું કરી નાખવાના બનાવમાં ત્રણ લોકોના હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા હતા. જયંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સાક્ષી એવા ગાંધીધામના વેપારી પવન મોરના ઘરની તથા ફેક્ટરીની રેકી કરવા અંગે અને તેનું પૂરું કરી નાખવાના બનાવમાં પોલીસ રસિક સવગણ પટેલ, પીયૂષ દેવજી વાસાણી, કોમેશ મગનલાલ પોકાર, છબીલ નારાણદાસ પટેલ વગેરેની અટક કરી હતી. આ તમામ વિરુદ્ધ ફરિયાદ બાદ ચાર્જશીટ થતાં અહીંની કોર્ટમાં જામીન અરજી કરાઇ હતી જે નકારી દેવામાં આવી હતી. દરમ્યાન રસિક પટેલ, પીયૂષ વાસાણી અને કોમેશ પોકારે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે મંજૂર કરવામાં આવી હતી. આરોપી પક્ષે ધારાશાત્રી યોગેશ?લાખાણી, સુરેશ કે. પટેલ, હિતેન્દ્રસિંહ વાઘેલા, હરેશ કાંઠેચા, એચ. કે. ડુંગરિયા હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer