ગાંધીધામમાં સંગીત, સાહિત્ય તેમજ માનવતાને બિરદાવતો કાર્યક્રમ

ગાંધીધામમાં સંગીત, સાહિત્ય તેમજ માનવતાને બિરદાવતો કાર્યક્રમ
ગાંધીધામ, તા. 21 : અઢી દાયકાથી વધુ સમયથી સેવાકીય કાર્યો કરતી સંસ્થા ગાંધીધામ સિંધી યૂથ સર્કલ દ્વારા સ્વતંત્રતાના ઉપલક્ષમાં સલામ ઈન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સંગીત, સાહિત્ય અને માનવતાને બિરદાવતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના મમ્મી-દાદા ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમના આરંભે ભગવતીભાઈ બિસાદરિયા અને સી.ટી. જ્ઞાનચંદાણીના હસ્તે ગણપતિ પૂજન અને દીપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું. આ વેળાએ સંગીતકાર સુનીલ લખવાણીના સથવારે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીધામના સામાજિક કાર્યકર્તા અને સંગીત વિશારદ અશોક સચદેને સંગીત સમ્રાટ પુરસ્કાર, નરેશ દોલતરામ  પંજાબીને શ્રેષ્ઠ માનવ એવોર્ડ અને મંજુ એમ. મીરવાણીને સાહિત્ય ક્ષેત્રે આપેલી સેવા બદલ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્ગો મોટર્સ, નીલકંઠ ગ્રુપ  અને સ્વ.બીના  મયંક પરીખના સહયોગથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. દેશભક્તિ આધારિત ગીતોમાં સરસ્વતી જુનવા પ્રથમ, વંદના રાજગોર દ્વિતીય અને ચાર્મી રાજગોર તૃતીય ક્રમે વિજેતા જાહેર કરાયા હતા. સી.ટી.જ્ઞાનચંદાણી, ગાંધીધામ કો.ઓપરેટિવ બેન્કના ચેરમેન અને એસ.આર.સી.ના ડાયરેકટર પ્રેમ લાલવાણી અને વિજય ગાંધીના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા હતા. જાણીતા કલાકાર અને એડવોકેટ એમ.ડી.રામચંદાણીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સંચાલન લલિત ધલવાણી અને ચાર્મી રાજગોરે સંભાળ્યું હતું. આયોજનને સફળ બનાવવા  સંદીપ ખુબચંદાણી, તરુણા ભોજવાણી, વિજય ખુબચંદાણી, અશોક ટેવાણી વગેરે સહયોગી બન્યા હતા. ` યે દેશ હૈ વીર જવાનેં કા' ગીત અને રાષ્ટ્ર ગીતના સમૂહગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ  કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer