કચ્છ દુકાળનાં પુસ્તકનું માસાંતે મુખ્યમંત્રી હસ્તે સંભવત: વિમોચન

ભુજ, તા. 21 : કચ્છમાં વરસોથી દુકાળના ડાકલા વાગે છે ત્યારે આ વખતની અછતના અત્યંત કપરા દિવસો પસાર કર્યા પછી અનુભવને અંતે કચ્છના કલેક્ટર અને વહીવટી તંત્ર તરફથી તૈયાર થનારાં પુસ્તકનું માસના અંતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિમોચન કરવા આવે તેવી સંભાવના છે. કચ્છના કલેક્ટર રેમ્યા મોહન અને અછત?શાખા સહિત વહીવટી તંત્રેઁ અત્યાર સુધીના કચ્છના અછતના અનુભવને ધ્યાને લઇ?ભવિષ્યમાં આવા સમયે આંકડા અને વ્યવસ્થા સરળતાથી કરી શકાય એ હેતુથી તમામ વિષયોનું દસ્તાવેજીકરણ થઇ રહ્યું છે. મોટાભાગે આ પુસ્તક તૈયાર થઇ ચૂક્યું છે ત્યારે તા. 26થી  29/8 સુધીના દિવસોમાં મુખ્યમંત્રી ભુજમાં વિમોચન કરશે તેવી શક્યતાઓને જોતાં સત્તાવાર રીતે પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજી બાજુ ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી કચ્છમાં વરસાદ પડી જતાં મેઘલાડુનું આયોજન કરાયું છે એ કાર્યક્રમ માટે પણ મુખ્યમંત્રીએ આમંત્રણ સ્વીકાર્યું હોવાથી બંને કાર્યક્રમોમાં ભાગ લેશે તેવી માહિતી મળી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer