મોટી ખેડોઇની દૂધ?ડેરીનાં તાળાં તોડીને તસ્કરો 85 હજાર રોકડા ઉઠાવી ગયા

ગાંધીધામ, તા. 21 :?અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક બંધ દૂધ?ડેરીનાં તાળાં તોડી નિશાચરો તેમાંથી રોકડા?રૂા. 85,000ની ચોરી કરીને નાસી ગયા હતા. મોટી ખેડોઇ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી ગોકુળ મહિલા પશુપાલન મંડળ દૂધ?ઉત્પાદન મંડળી નામની દુકાનમાં ગત તા. 18/8ના રાત્રે 9 વાગ્યાથી તા. 19/8ના સવારે 6 વાગ્યાના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો.  ચોરીના આ બનાવથી ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી.પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાત્રિના ભાગે નિશાચરો અહીં ત્રાટક્યા હતા. આ તસ્કરો દુકાનના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા. અંદર રહેલા ટેબલના કાઉન્ટરમાંથી રોકડા રૂા. 85,000ની ચોરી કરીને આ તસ્કરો નાસી ગયા હતા. આ ગામમાં અગાઉ?થયેલી ઘરફોડ?ચોરીના બનાવોમાં પોલીસને હજુ કોઇ કડી મળી નથી તેવામાં વધુ એક ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. ચોરીના આ બનાવ અંગે ગામના જયપાલસિંહ મેઘુભા જાડેજાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer