સાતમ-આઠમના મેળા દરમ્યાન બંધ કરાતા માર્ગો અંગે ફેરવિચારણા કરો

ભુજ, તા. 21 : શહેરમાં હમીરસર તળાવ કાંઠે ભરાતા સાતમ-આઠમના મેળાની ધમધોકાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે અમુક સ્થળોએ દૂરથી જ વાહનોને અટકાવવાના બદલે મેળા નજીક  લાવવા દેવાય તો સિનિયર સિટીઝનો, બાળકો સહિતના થાક વિના જ મેળાની મોજ માણી શકે તેવી લાગણી વ્યકત થઇ રહી છે. આ અંગે સિનિયર સિટીઝન  એડ. સુભાષભાઇ વોરાના જણાવ્યા અનુસાર લેકવ્યૂથી ઉમેદનગરના પુલ સુધી રસ્તો બહુ દૂરથી જ બંધ કરી દેવાય છે તેની બદલે સ્વામિનારાયણના નવા પુલ સુધી વાહનોને આવવા દેવાય. એવી જ રીતે નૂતન સ્વામિનારાયણના મંદિરથી ઓફ્રેડ હાઇસ્કૂલ અને ઘનશ્યામનગર તરફ જતા રસ્તે કલ્યાણેશ્વર મંદિર સુધી વાહનને આવવા દેવાય તો સિનિયર સિટીઝન, શારીરિક તકલીફ ધરાવનારા અને બાળકો સાથે વાલીઓને મોટી રાહત મળી શકે તેમ છે. થાક ઓછો લાગવાને પગલે મેળો પણ સારી રીતે માણી શકે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer