દર ત્રણ મહિને રક્તદાન કરવાની પરંપરા ચાલુ રખાઇ

દર ત્રણ મહિને રક્તદાન કરવાની પરંપરા ચાલુ રખાઇ
ભુજ, તા. 20 : શુભ કાર્ય, લોકહિતના કાર્યની શરૂઆત કરવામાં આવે અને તે પણ અવિરત ચાલુ રાખવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય. આજથી બે વર્ષ પહેલાં મિતેષ એચ. શાહની પ્રેરણાથી દરજી યુવાનોએ બલ્ડ ડોનેશન આપવાનું ચાલુ કર્યું હતું અને ત્યારે સંકલ્પ કર્યો કે દર 3 મહિને યુવાનો એકત્ર થઇને રક્તદાન અવશ્ય કરે. આ પરંપરા બે વર્ષ પછી પણ ચાલુ રાખીને આજે ભગત લેબોરેટરી ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેશ દરજી, સંજય દરજી, આશિષ દરજી, અંકિત દરજી, મહેન્દ્ર ગરવા, યોગેશ દરજી, હિતેશ દરજી, ક્રિષ્ન દરજી, જયેશભાઇ દરજી વગેરે જોડાયા હતા. મિતેષભાઇએ 95થી વધુ વખત રક્તદાન કર્યું હતું. બચુભાઇ સોનીએ આશીર્વાદ આપ્યા હતા. ભગત લેબોરેટરીના ડો. રમણીક પટેલનો સહયોગ મળ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer