શ્રીસંથને મોટી રાહત : આજીવન પ્રતિબંધ ઘટીને સાત વર્ષનો થયો

નવી દિલ્હી, તા. 20 : બીસીસીઆઈના લોકપાલ ડી.કે. જૈને કથિત સ્પોટ ફિક્સિંગ મામલે કલંકિત ઝડપી બોલર એસ. શ્રીસંથનો પ્રતિબંધ આવતા વર્ષે ઓગસ્ટમાં ઝડપી થશે તેવો આજે આદેશ આપ્યો છે, કારણ કે તે 6 વર્ષથી ચાલી રહેલા પ્રતિબંધને લીધે તેનો સર્વશ્રેષ્ઠ સમય ખોઇ ચૂક્યો છે, તેમ લોકપાલ ડી.કે. જૈને કહ્યંy છે. બીસીસીઆઇ કેરળના આ ક્રિકેટર શ્રીસંથ પર 2013માં સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. તેની સાથે આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના બીજા બે ખેલાડી અજિત ચંદેલા અને અંકિત ચૌહાણ પર પણ પ્રતિબંધ મુકાયો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે 1પ માર્ચે બીસીસીઆઇનો ફેંસલો બદલ્યો હતો. હવે લોકપાલ જૈને શ્રીસંથ પર સાત વર્ષનો પ્રતિબંધ રહેશે અને આવતા વર્ષના ઓગસ્ટથી રમી શકશે તેવો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યંy છે કે શ્રીસંથ 3પને પાર થઈ ગયો છે. તેનો શ્રેષ્ઠ સમય પસાર થઈ ચૂકયો છે. આથી તેના પર સાત વર્ષનો પ્રતિબંધ ન્યાયોચિત રહેશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer