ખેંગારપરની એક ખેત તળાવડીમાં ડૂબી જવાથી યુવાનનું થયું મોત

ગાંધીધામ, તા. 20 : રાપરના ખેંગારપરમાં એક ખેતરની ખેત તળાવડીમાં ડૂબી જતાં વીરુ મોહન કોળી (ઉ.વ. 35) નામના યુવાનનું મોત  થયું હતું. ભચાઉ તાલુકાના આધોઇનો વીરુ કોળી નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી ખેંગારપરમાં પોતાની બહેન પાસે રહેતો હતો. આ યુવાન અચાનક ગુમ થતાં પરિવારજનોએ બે દિવસ સુધી તેની શોધખોળ આદરી હતી, દરમ્યાન ખેંગારપરમાં શામજી હરિ મણવરના ખેતરમાં આવેલી ખેત તળાવડીમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન અસ્થિર મગજનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પાણીમાં ડૂબી જવાથી આ યુવાનનું મોત થયું હતું. લાશ ફુલાઇ ગઇ હોવાથી પી.એમ. માટે જામનગર મોકલવામાં આવી હતી. તેમજ સાચું કારણ જાણવા વિશેરા વગેરે લેવાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer