બિટ્ટાથી કોટડા માર્ગની પાપડીને ભારે નુકસાન અને માટી ભરાતાં રસ્તો બંધ

બિટ્ટાથી કોટડા માર્ગની પાપડીને ભારે નુકસાન અને માટી ભરાતાં રસ્તો બંધ
બિટ્ટા (તા.અબડાસા), તા, 19 : બિટ્ટાથી કોટડાને જોડતા રસ્તાની પાપડીનું બાલાપર-બુડધ્રો નાની સિંચાઈનો ડેમ ઓગનતાં ધોવાણ થયું હતું અને માટીના ઢગલા ભરાઈ ગયા હતા. આ માટી ખસેડવાનું કામ હીટાચી મશીનથી ચાલુ કરાતાં લોકોને નખત્રાણા તરફ અને બિટ્ટા બાજુ ફરી અવર-જવર ચાલુ થશે તેવી આશા બંધાઈ હતી.  તા. 10/8ના ભારે વરસાદથી રસ્તો બંધ હોવાથી એસટી સેવા સવારે વહેલી ન હોવાને કારણે હમીરપર, ધૂફી, બિટ્ટા, બાલાપર, ખાનાય, વમોટી વગેરે ગામના વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ખલેલ પહોંચી છે. તેમજ બિટ્ટા ગામે બરોડા ગ્રામીણ બેંકના  બાલાપર, બુડધ્રો, ખાનાય, દબાણ, વમોટી મોટી, વમોટી નાની વગેરે ગામો ખાતેદારોના નાણાકીય વ્યવહાર અટકી ગયા છે.  નખત્રાણા સ્થિત માર્ગ-મકાન વિભાગ-કચેરીના ના. કા. ઈજનેરનો રૂબરૂ સંપર્ક કરતાં બે-ત્રણ દિવસમાં રસ્તો ખુલ્લો કરી આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer