અંજાર તાલુકા મહેશ્વરી સમાજ વિવિધ કાર્યો માટે સક્રિય

અંજાર તાલુકા મહેશ્વરી સમાજ વિવિધ કાર્યો માટે સક્રિય
સિનુગ્રા, તા. 19 : બગથડા ધામે અંજાર તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ ડાહ્યાભાઇ માલશીભાઇ દેવરિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં ગત બે વર્ષની કામગીરી અને અહેવાલ  રજૂ કરવામાં આવ્યા હતા. જખુભાઇ ફફલ અને વેલજીભાઇ નોરિયાએ હિસાબ રજૂ કર્યા હતા. જેને સર્વાનુમતે બહાલી અને કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્યારબાદ બે વર્ષ માટે નવી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. બાબુભાઇ વિસરિયાની પ્રમુખ તરીકે અને દિનેશભાઇ સુંઢની મહામંત્રી, ભીમજીભાઇ દેવરિયા, થાવરભાઇ ડુગળિયા અને નરેશભાઇ થારુની ઉપપ્રમુખ, મનજીભાઇ વિસરિયાની ખજાનચી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આગામી વર્ષે અંજાર તાલુકા સમાજ દ્વારા સમૂહલગ્ન અને સમાજ ભવનના નિર્માણ અંગે સમિતિ સક્રિય કામગીરી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. નવી સમિતિને કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ દ્વારા આવકાર મળ્યો હતો. સામાન્ય સભામાં ધર્મગુરુ ખીમજીભાઇ માતંગ, માવજીભાઇ માતંગ, બાવાભાઇ દેવરિયા, રામજીભાઇ વિસરિયા (તા.પં. સદસ્ય), આશાભાઇ દનિચા, ભીમજીભાઇ ધેડા, દામજીભાઇ સુંઢા, ગાંગજીભાઇ ચંડે અને અરજણભાઇ સુંઢા વગેરે સમાજના સામાજિક કાર્યકરો અને આગેવાનોની હાજરી રહી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer