ગાંધીધામમાં વધુ 300 જણને કારના સ્વચ્છ ડસ્ટબિન કરાયેલી અર્પણવિધિ

ગાંધીધામમાં વધુ 300 જણને કારના સ્વચ્છ ડસ્ટબિન કરાયેલી અર્પણવિધિ
ગાંધીધામ, તા. 19 : સંકુલના મારવાડી યુવા મંચ, મહાવીર ઈન્ટરનેશનલ અને ઈફકો કંડલા દ્વારા   સ્વચ્છ બીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300  લોકોને ગાડી માટેના  ડસ્ટબીન અપાયા હતા. કાર્યક્રમનો  પ્રારંભ ઈફકો કંડલા  યુનિટના વડા પી. વી. નારાયણનના હસ્તે  કરાયો  હતો. આ વેળાએ તેઓ  પ્રાસંગિક ઉદબોધન  પણ આપ્યું  હતું. મંચના પ્રમુખ જિતેન્દ્ર જૈને (શેઠિયા) સંસ્થા દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડયો હતો. માયુમ શાખા દ્વારા  ઈફકોના વડાને સ્મૃતિચિહ્ન અને સ્મારિકાબુક આપી તેમનું સન્માન કરાયું હતું.  લોકો ગાડીમાંથી કચરો બહાર ન  ફેંકે  અને ગાડીમાં  જ કચરાને એકત્રિત કરે તેવા ઉદેશ સાથે ગાડી માટે બનાવેલા સ્વચ્છ બીન ઈફકો  એકમના કર્મચારીઓ સહિત કુલ 300 લોકોને  અપાયા હતા. કાર્યક્રમમાં ઈફકો ઓફિસર્સ એસોસિએશનના સુધીર ભટ્ટનાગર, ઈફકો કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી અનિલ બારોટ, હેડ સુરક્ષા અધિકારી અમિતકુમાર વગેરે  હાજર રહ્યા હતા.  દરમ્યાન  ઈફકોના  મુખ્ય પ્રબંધક (કાર્મિક  અને પ્રશાસન) રાજેશસિંહ સિસોદિયાએ મંચના કાર્યને આવકારી  આભારની લાગણી વ્યકત કરી હતી. સમગ્ર આયોજનને  સફળ બનાવવા   માટે મંચના  મંત્રી શૈલેન્દ્ર જૈન, પ્રકલ્પ સંયોજક પ્રશાંત અગ્રવાલ, સહમંત્રી કેવદારામ પટેલ, ખજાનચી સંદીપ બાગરેચા   તથા મહાવીર ઈન્ટરનેશનલના  સભ્યોએ સહકાર આપ્યો હતો.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer