ભુજમાં શાહે જીલાન યુવક મંડળ દ્વારા માનવસેવાના કાર્યો સાથે ઉજવણી

ભુજમાં શાહે જીલાન યુવક મંડળ દ્વારા માનવસેવાના કાર્યો સાથે ઉજવણી
ભુજ, તા. 19 : શાહે જીલાન યુવક મંડળ દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પ્રસંગે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે સર્વ દર્દીઓને ચાદરો, ફ્રૂટ, બિસ્કિટના પેકેટોનું વિતરણ કોમી એકતા અને ભાઈચારા સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદના સવારે 11:30 કલાકે જનરલ હોસ્પિટલ ખાતે સૈયદ અહેમદશા બાવા અલહુસેની (પ્રમુખ-સુન્ની ચાંદ કમિટી-કચ્છ), સ્વામી નીલકંઠસ્વરૂપદાસજી, સ્વામી ઘનશ્યામવીલાદાસજી, સ્વામી ઘનશ્યામપ્રિયદાસજી (સંતો, સ્વામિનારાયણ મંદિર, ભુજ), તેમજ કિશોરદાસ શ્યામદાસજી મહારાજ (મહંત કબીર મંદિર, ભુજ), મૌલાના શકરૂદ્દીન (પેશ ઈમામ, માંજોઠી મસ્જિદ, ભુજ), મૌલાના ઓસમાણ (પેશ ઈમામ, પટ્ટાવાળી મસ્જિદ, ભુજ) તેમજ શંકરભાઈ સચદે, અમીરઅલી લોઢિયા, ડો. અકબર રહેમાણી, હાજી ગફુર શેખ, મનીષ બારોટ, સૈયદ અશરફશા બાવા, શંભુભાઈ ઠક્કર, મહંમદ સિદ્ધિક જુણેજા, સિકંદર સમા, મનોજભાઈ ઠક્કર, પ્રભુલાલ ચૌહાણનો આર્થિક સહયોગ રહ્યો હતો તેમજ મુખ્ય અતિથિવિશેષ લતાબેન સોલંકી (પ્રમુખ, ભુજ નગરપાલિકા), ડો. કશ્યપ બૂચ (સિવિલ સર્જન-કચ્છ.), ડી. એમ. ગોહિલ (પાલારા જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ), ગોદાવરીબેન (કાઉન્સિલર, ભુજ નગરપાલિકા) વગેરેના હસ્તે સર્વે દર્દીઓને ચાદરો, ફ્રૂટ, બિસ્કિટના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સર્વે હિન્દુ-મુસ્લિમે એકબીજાને ઈદ મુબારક    પાઠવ્યા હતા તથા સર્વે દર્દીઓ માટે દુઆ અને પ્રાર્થના     કરવામાં આવી હતી. સર્વે ધર્મગુરુઓએ કોમી એકતા અને ભાઈચારાના આ કાર્યને બિરદાવી સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યને સફળ બનાવવા પ્રમુખ મજીદ બી. કુરેશી, કમલેશ સોલંકી, ઈકબાલ આલાણી, મુસ્તાક કુરેશી, ઈમરાન સમા, શિવમ બાયડ, અશરફ કુરેશી, રફીક જુણેજા તેમજ કિશોર ચાવડા, વિજયભાઈ (જી.કે. સ્ટાફ) વગેરેએ સહયોગ આપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer