ધાર્મિક અનુષ્ઠાન માટે અડધા કલાકમાં એક કરોડ

રાપર, તા. 19 : વસઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘમાં અજરામર સંપ્રદાયના કચ્છી આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો. કચ્છી આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામીએ ચાતુર્માસનો મહિમા સમજાવ્યો હતો. કર્મથી હળવા બની દાન-શીયળ, તપ, ભાવમાં ભરતી કરવા ઉપદેશ આપી આપણામાં રહેલા દુર્ગુણો, અહંકાર, માયા, અભિમાનને દૂર કરશું તો જીવન પવિત્ર બની જશે, એમ જણાવ્યું હતું. રાપરથી કીર્તિ સી. મોરબિયાએ જણાવ્યું હતું કે વસઈ સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં પ્રથમ ચાતુર્માસ મનાવ્યો છે. 2500 ધરના સંઘમાં તપશ્ચર્યાના તોરણ બંધાયા છે. દર રવિવારે પાઠશાળામાં યુવા તથા બાળ સંસ્કાર શિબિરમાં યુવાનો જોડાય છે. દર શુક્રવારે નારી સંસ્કાર શિબિર પણ યોજાય છે. ચાતુર્માસ સાધર્મિક ભક્તિનો લાભ લાકડિયા નિવાસી દેવશી દેવરાજ ગડા પરિવારે લીધો હતો. ચાંપશી ગાલા, મોંઘીબેન સામત સાંગણ ગાલા ચાર મહિના પ્રભાવનાનો લાભ લીધો હતો. તેમજ ચાતુર્માસ સૂચિનું વિમોચન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાનુબેન જયંતીલાલ સત્રાએ પ્રવચન કર્યું હતું. વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો માટે માત્ર અડધા કલાકમાં રૂા. 1 કરોડની માતબર રકમ એકત્ર થઈ હતી. જખાભાઈ હુંબલ, દિનેશ મોરબિયા, કિશોર મોરબિયા, વિજયભાઈ જૈન, સંજય મહેતા હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer